Navsari: નવસારી પોલીસ કર્મચારીઓના તેજસ્વી બાળકોને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા.

   Navsari: નવસારી પોલીસ કર્મચારીઓના તેજસ્વી બાળકોને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા.


નવસારી : નવસારી ટ્રાફિક પોલીસ ભવનમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના હસ્તે વેલફેર ફંડમાંથી પોલીસ કર્મચારીના તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લા પોલીસ દ્વારા વેલફેર ફંડ અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૩- ૨૪ વર્ષના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોને પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ટ્રાફિક ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના કર્મચારી અને અધિકારીઓના ૩૨ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧.૫૫ લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એસ.પી. સુશીલ અગ્રવાલ, ડીવાયએસપી એસ.કે. રાય, પટેલ તથા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ કે. એચ.ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

સુરત: લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસ રૂમ લોકાર્પણ કરતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીઃ

Tapi District: તાપી જિલ્લા કલેકટરશ્રીડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના અધિકારીઓ - કર્મચારીઓએ એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કર્યા.