Dang news : ડાંગ જિલ્લાના આદિજાતી વિદ્યાર્થીઓને વાંચનની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આહવા, વઘઇ અને સુબીર તાલુકાઓમાં અધ્યતન સુવિધાઓ વાળી લાયબ્રેરી શરૂ કરાશે.
તા.૬ સપ્ટેમ્બર: ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ’ Dang news : ડાંગ જિલ્લાના આદિજાતી વિદ્યાર્થીઓને વાંચનની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આહવા, વઘઇ અને સુબીર તાલુકાઓમાં અધ્યતન સુવિધાઓ વાળી લાયબ્રેરી શરૂ કરાશે. પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાતના નાગરિકો માટે ‘વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું આયોજન કર્યું હતું. આ જ દિશામાં આગળ વધતા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ, તાજેતરમાં રાજ્યના ૨૧ જિલ્લાઓના ૫૦ તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જે ખૂબ જ ગૌરવની બાબત છે. ત્યારે ડાંગ જિલ્લાના આદિજાતી વિદ્યાર્થીઓને વાંચનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલના સહિયારા પ્રયાસથી, બાહુલ આદિજાતી વસ્તી ધરાવતાં ડાંગ જિલ્લામાં પણ અધ્યતન સુવિધાઓ ધરાવતી લાયબ્રેરી શરૂ થાય તે દિશામાં પ્રયત્ન થઈ રહ્યા છે. ડા...