Dang news : ડાંગ જિલ્લાના આદિજાતી વિદ્યાર્થીઓને વાંચનની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આહવા, વઘઇ અને સુબીર તાલુકાઓમાં અધ્યતન સુવિધાઓ વાળી લાયબ્રેરી શરૂ કરાશે.

     તા.૬ સપ્ટેમ્બર: ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ’

Dang news : ડાંગ જિલ્લાના આદિજાતી વિદ્યાર્થીઓને વાંચનની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આહવા, વઘઇ અને સુબીર તાલુકાઓમાં અધ્યતન સુવિધાઓ વાળી લાયબ્રેરી શરૂ કરાશે.

પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાતના નાગરિકો માટે ‘વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું આયોજન કર્યું હતું. આ જ દિશામાં આગળ વધતા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ, તાજેતરમાં રાજ્યના ૨૧ જિલ્લાઓના ૫૦ તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જે ખૂબ જ ગૌરવની બાબત છે. 

ત્યારે ડાંગ જિલ્લાના આદિજાતી વિદ્યાર્થીઓને વાંચનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલના સહિયારા પ્રયાસથી, બાહુલ આદિજાતી વસ્તી ધરાવતાં ડાંગ જિલ્લામાં પણ અધ્યતન સુવિધાઓ ધરાવતી લાયબ્રેરી શરૂ થાય તે દિશામાં પ્રયત્ન થઈ રહ્યા છે. 

ડાંગ જિલ્લામાં હાલ મુખ્ય મથક આહવા ખાતે નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ) ની કચેરીના મકાનમાં, સુબીર રોડ, આહવા ખાતે કામચલાઉ ધોરણે સરકારી જિલ્લા પુસ્તકાલય કાર્યરત કરાયું છે. આ લાયબ્રેરીમાં ૩૯૭ બાળ સભ્યો, તથા ૨૧૫૬ સામાન્ય સભ્યો નોંધાયેલ છે. અહિં ૨૮ હજાર ૭૯૫ ગુજરાતી, ૧૨ હજાર ૨૯૫ હિન્દી, ૧૩ હજાર ૧૩૮ અંગ્રેજી, સાથે ૪૫ જેટલાં ઈતર પુસ્તકો રાખવામાં આવ્યા છે. સાથે જ પાંચ જેટલા દૈનિક પેપરો, અને ૪૨ જેટલા સામયિકો પણ અહીં વાચકોની વાંચન ભૂખ સંતોષે છે.

અહી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેની ફળશ્રુતિ રૂપે અહીંના વાચકો પૈકી, અત્યાર સુધી સરકારના જુદાં જુદાં વિભાગોમાં કુલ ૬૨ જેટલા વિદ્યાર્થીઓએ સરકારી નોકરી પણ મેળવી છે.

આહવા ખાતે રૂ.૬૯૫ લાખના ખર્ચે અધ્યતન "સ્માર્ટ ગ્રીન" ભવન (જિલ્લા સરકારી પુસ્તકાલય) નું નિર્માણકાર્ય હાલ ચાલી રહ્યું છે. આ ગ્રીન સ્માર્ટ ભવન ગ્રાઉન્ડ ફ્લોર, અને બે માળ સાથેનું અધ્યતન ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ હશે.


જ્યારે વેપારી મથક વઘઇ ખાતે સોનુભાઈ ભીવસનનાં મકાનમાં, જૂની પોલીસ લાઈનની સામે ભાડાના મકાનમાં હાલ તાલુકા લાયબ્રેરી કાર્યરત છે. જેમાં કુલ ૮૭૭ સભ્યો નોંધાયેલ છે. અહિં ૮ હજાર ૨૮૬ ગુજરાતી, ૧ હજાર ૧૮૬ હિન્દી, ૧ હજાર ૫૯૬ અંગ્રેજી, અને ૫ દૈનિક પેપરો સહિત ૩૮ સામયિકો પણ ઉપલબ્ધ છે. અહિં પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં, દરરોજ સરેરાશ ૩૦ થી ૩૫ જેટલા વિદ્યાર્થીઓ વાંચન માટે આવે છે. વઘઇમાં પણ રૂ. ૩૭૫.૮૫ લાખનાં ખર્ચે નવા ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

તેવી જ રીતે અંતરીયાળ તાલુકા એવા સુબીર ખાતે પણ ટુંક સમયમાં જ પુસ્તકાલય કાર્યરત થનાર છે.  

આમ, રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાયોના લોકોમાં વાંચન પ્રત્યે રસ જાગૃત થાય, અને તેઓ વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી રાજ્યના તમામ આદિવાસી તાલુકાઓમાં પણ પુસ્તકાલયો કાર્યરત કરવાનું આયોજન છે. આ અંતર્ગત, રાજ્યના ૭ આદિજાતિ જિલ્લાઓના ૧૪ તાલુકાઓમાં પુસ્તકાલયો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. તેના પરિણામે, ગુજરાતના પ્રત્યેક આદિજાતિ તાલુકાના તમામ આદિવાસી સમુદાયોને વાંચન સેવાનો ૧૦૦ ટકા લાભ પ્રાપ્ત થશે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ૬ સપ્ટેમ્બરનો દિવસ ‘નેશનલ રીડ અ બુક ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ વાંચનના આનંદની ઉજવણી કરવાનો છે. તેમજ વાંચનની પ્રવૃત્તિમાં લોકો રસ લેતા થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસની ઉજવણી અંતર્ગત આજરોજ આહવા ખાતે ગ્રંથપાલ શ્રી મિતેશ પટેલના અધ્યક્ષ સ્થાને ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ’ની ઉજવણી પણ કરવામાં આવી હતી.   

#natinalbookday

Comments

Popular posts from this blog

વલસાડ : લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 26-વલસાડ લોકસભા બેઠક

Dahod : ગૌરવ સન્માન ૨૦૨૪ એવોર્ડથી સન્માનિત થતાં શિક્ષકો ને ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ દ્વારા ખુબ ખુબ અભિનંદન

Valsad news: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં વલસાડ પોલીસ જવાનોએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાન કર્યું.