કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

 કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

ભૂકંપના સદગતોની યાદમાં વડાપ્રધાનશ્રીની વિશ્વને આપેલી અદભૂત ભેટ એટલે ભુજનું સ્મૃતિવન મેમોરિયલ

૦૦૦૦

ભૂકંપ પછી પુનવર્સનની ગાથા દર્શાવતા સ્મૃતિવનને આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠીત Prix Versailles એવોર્ડ દ્વારા વિશ્વના સૌથી સુંદર ૭ મ્યૂઝિયમ્સની યાદીમાં મળ્યું છે સ્થાન

 ૦૦૦૦

ભુજ, મંગળવાર  

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ તરીકે ઉજવણી થઇ રહી છે. ત્યારે છેલ્લા ૨૩ વર્ષના નિ: સ્વાર્થ નેતૃત્વમાં કચ્છના પનોતા પુત્ર એવા વડાપ્રધાનશ્રીએ કચ્છની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને અગ્રેસર કર્યું છે. ભૂકંપની થપાટમાંથી કચ્છને બેઠું કરવામાં અને વિકાસના મીઠા ફળની ભેટ આપવામાં ગુજરાત રાજયના મુખ્યમંત્રીના કાર્યકાળથી લઇને વર્તમાન વડાપ્રધાનશ્રી તરીકેના કાર્યકાળમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છને વિકાસની હરોળમાં હંમેશા અગ્ર સ્થાન આપ્યું છે. કચ્છને પાણીદાર બનાવવામાં, ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રીન્યુએબલ એનર્જીથી લઇને ખેતી, પ્રવાસન વગેરે ક્ષેત્રે અગ્રહરોળમાં મુકવામાં વડાપ્રધાનશ્રીનું વિઝન મુખ્યભૂમિકામાં રહ્યું છે. આ જ વિઝનની ફળશ્રુતિ એટલે વૈશ્વિકકક્ષાએ ગુંજતું થયેલું ભુજનું સ્મૃતિવન સ્મારક અને સંગ્રહાલય. આ મ્યૂઝિયમને તાજેતરમાં જ વિશ્વના સૌથી સુંદર ૭ મ્યૂઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું છે જે રાજ્ય અને સમગ્ર ભારત માટે ગર્વની બાબત છે. 









        ભૂકંપના દિવંગતોની યાદમાં કચ્છના ભુજ ખાતેનું સ્મૃતિવન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સમગ્ર વિશ્વ એક અનુપમ ભેટ છે. વર્ષ ૨૦૦૧ના ભૂકંપમા દિવંગત થયેલા લોકોની સ્મૃતિમાં ઐતિહાસિક ભુજીયા ડુંગરની ગોદમાં રૂ.૩૭૫ કરોડના ખર્ચે ૧૭૫ એકરમાં આકાર પામેલા સ્મારક અને સંગ્રહાલયનું વડાપ્રધાનશ્રીએ વર્ષ ૨૦૨૨માં લોકાપર્ણ કરીને સમગ્ર વિશ્વને વિરાસત સમાન સ્મારકની અનમોલ ભેટ આપી છે. તાજેતરમાં ભૂકંપ પછી પુનવર્સનની ગાથા દર્શાવતા સ્મૃતિવનને આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠીત Prix Versailles એવોર્ડ દ્વારા વિશ્વના સૌથી સુંદર ૭ મ્યૂઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું છે. જે દર્શાવે છે કે, આ નવલું નજરાણું માત્ર ભારત નહીં પણ સમગ્ર વિશ્વ માટે એક અમૂલ્ય ધરોહર છે. 

      વિશ્વના સૌથી આ સુંદર મ્યૂઝિયમમાં ભૂકંપની અનુભૂતિ કરાવતા વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સિમ્યુલેટર પૈકીનું એક છે,  અહીં પ્રવાસીઓ ધ્રુજારી, ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ ભૂકંપની પરિસ્થિતિનો રીયલ અનુભવ કરી શકે છે. 

આ સાથે સ્મૃતિવનમાં મ્યૂઝિયમના કુલ સાત બ્લોક આવેલા છે.જે પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણને દર્શાવે છે.  ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ આપાતકાલિન સ્થિતિ અંગે કંટ્રોલ રૂમ દ્વારા સમજૂતિ તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રાને વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી નિદેર્શિત કરવામાં આવેલી છે. 











સ્મૃતિવન ખાતે ખાસ કરીને આદિ શંકરાચાર્યના શ્લોક ‘સમ્યક સરતી ઇતિ સંસાર....’ના ભાવ પર આધારિત ભૂકંપ સંગ્રહાલય સંસારની ઉત્પત્તિ અને ગતિની વિભાવના સમજાવતી ફિલ્મ પણ પ્રસ્તૃત કરવામાં આવે છે. આ સાથે સ્મૃતિવનમાં જળસંચય માટે ૫૦ ચેકડેમ બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને ભૂકંપમાં જીવ ગુમાવનાર ૧૨૯૩૨ સદગતના નામ સમાવિષ્ટ કરીને તેમની સ્મૃતિમાં વિવિધ ચેકડેમ પર તેમની યાદ અમર કરવામાં આવી છે. આવી કુલ ૧૦૨૦ નેમ પ્લેટમાં તેમના ગામ, તાલુકા અને શહેરના નામની વિગત કંડારી તેઓને અનોખી રીતે વડાપ્રધાનશ્રી દ્વારા અંજલિ આપવામાં આવી છે. 

સ્મૃતિવન ખાતે સવારે અને સાંજ આહલાદક નજારા સાથે મનને શાંતિ આપતું સ્થાન એટલે સ્મૃતિવનનો સન પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર છે, અહીં આવતા પ્રવાસીઓ માટે નવલા નજરાણા સમાન છે. સન પોઇન્ટ પરથી પ્રવાસીઓ સમગ્ર ભુજનું વિહંગાવલોકન કરી શકે છે. વિશાળ ભુજીયામાં આકાર પામેલા મીયાવાંકી વન, ચેકડેમ, સ્મૃતિવન સાથે સમગ્ર ભુજનો નજારો મનને મોહી લે છે. 






અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રીએ વિશ્વને સ્મૃતિવનની ભેટ આપી છે સાથે એશિયાનું સૌથી મોટું મિયાવાકી વન પણ ભુજીયાની ગોદમાં આકાર પામ્યું છે. જેમાં ૩ લાખથી વધુ વૃક્ષો મિયાવાકી પધ્ધતિથી ઉછેરીને વિશાળ જંગલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ જંગલ આકાર પામતા હાલે અનેક જીવસૃષ્ટિ અહીં વસવાટ પામી છે. ખાસ કરીને પક્ષીઓ, જીવજંતુઓનો અહીં આશ્રય મળ્યો છે. મિયાવાકી વનનો નજારો માણી શકાય તે માટે ૧૦.૨ કિ.મીનો પાથ-વે તેમજ ૩ એમીનીટીઝ બ્લોક, ૧૫ કિ.મીનો ફોર્ટ વોલ, ૧ મેગાવોલ્ટના સોલાર પ્લાન્ટ અને ઇન્ટરનલ રોડની સુવિધાઓ લોકો માટે ઉભી કરાઇ છે. 

આમ, સતત ૧૩ વર્ષ રાજ્યની સેવા બાદ ૨૦૧૪થી વર્તમાન સમય સુધી દેશની સેવામાં જોડાયેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છનો અભૂતપૂર્વ વિકાસ કરી કચ્છને વિશ્વના નકશામાં સ્થાન અપાવ્યું છે. રણ તરીકે ઓળખાતા કચ્છને વિશ્વનું તોરણ બનાવીને કચ્છવાસીઓને વિકાસપંથ સાથે જોડ્યા છે. ત્યારે ચાલો, આપણે પણ વિકસિત ભારત, સશક્ત ભારતના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવામાં સહયોગી બનવા નિશ્ચય કરીએ. 

Courtesy: info Kutch gog

Comments

Popular posts from this blog

વલસાડ : લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 26-વલસાડ લોકસભા બેઠક

Dahod : ગૌરવ સન્માન ૨૦૨૪ એવોર્ડથી સન્માનિત થતાં શિક્ષકો ને ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ દ્વારા ખુબ ખુબ અભિનંદન

Valsad news: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં વલસાડ પોલીસ જવાનોએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાન કર્યું.